Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂપત ભાયાણી સહિત 450 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો..!

જિલ્લાના વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

X

જુનાગઢ જિલ્લાના વિસાવદરના AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂપત ભાયાણી સહિત 450 જેટલા કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.

ચૂંટણી બાદ પણ ગુજરાતનું રાજકારણ હમેશા ગરમાયેલું છે. તેવામાં જુનાગઢના વિસાવદરના AAPના વિજેતા ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભૂપત ભાયાણીએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભૂપત ભાયાણીને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ ઉપરાંત ભૂપત ભાયાણીની સાથે 450 જેટલા તેઓના સમર્થકોએ પણ ભાજપનો કેસરીયો કર્યો છે. જોકે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે. પરંતુ તેમનું ધારાસભ્યપદ રહી શકે નહીં, અને વીસાવદર બેઠક પર પેટાચૂંટણી થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો જીતીને ધારાસભ્ય બન્યા હતા, તેમાંના ભૂપત ભાયાણી પણ એક હતા. જોકે, હવે તેમના ભાજપમાં જોડાવાની અટકળો તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી સતત ચાલતી હતી, જે અંતે હકીકતમાં પરિવર્તિત થઈ છે.

Next Story