જુનાગઢ : રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યામાં સંડોવાયેલા 7 શખ્સોની ધરપકડ, રૂ. 15.90 લાખનો મુદામાલ જપ્ત

જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવનીવાળા સલીમ હબીબ સાંધની એકાદ વર્ષ પહેલાં હત્યા થતા મરણ જનારનું લોકેશન આપવાનું મન દુઃખ રાખી રવની ગામે ગત તારીખ 11 મેના રોજ રાત્રીના પિતા-પુત્ર રફીક અને જીહાલ પર ગોળીઓ ધરબી વાડીએ ખૂની ખેલ ખેલી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને વંથલી પોલીસે રહીમ ખુરી અને હુસેન અલારખા સાંઘને જયપુરની એક હોટેલમાંથી ઝડપી લેવાયા બાદ બન્ને આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય 5 આરોપીઓ ઈમ્તિયાઝ સાંઘ, જુમ્મા હબીબ, હનીફ સાંઘ, હબીબ સાંઘ તેમજ ઇસ્માઇલ સાંઘને રૂ. 15.90 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે કબજે લીધેલા હથિયારોમાં દેશી જામગરી અને દેશી પિસ્તોલ તેમજ ગન પાવડર અને 4 મોબાઈલ ફોન સહિત એક મોટરકાર સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.