Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં સહકારી બેન્ક-સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી

X

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી. જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે સાધારણ સભાના કાર્યક્રમમાં જિલ્લા સહકારી બેન્ક દ્વારા રૂ. 14 કરોડથી વધુ અને સાવજ દૂધ ડેરી દ્વારા રૂ. 3 કરોડથી વધુનો વાર્ષિક નફો કર્યો હોય જેથી ભાજપ પ્રદેશ પ્રમુખે બેંક અને ડેરીના ડિરેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વધુ દૂધનું ઉત્પાદન થાય તે દિશામાં કામ કરવા માટે સૂચન કર્યું હતું. અત્રે મહત્વનું છે કે, વર્ષ 2021-22માં જુનાગઢ જિલ્લા સહકારી બેન્કનો ગ્રોસ નફો રૂ. 32.29 કરોડ રહ્યો છે, ત્યારે બેન્ક અને ડેરીના ડિરેક્ટરોને ભાજપ પ્રદેશ પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ સાધારણ સભા બાદ જામનગરમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીના કોઠારી વચ્ચે થયેલી જીભાજોડી અંગે સવાલ પૂછતા પ્રદેશ પ્રમુખે કંઈ પણ બોલ્યા વગર ચાલતી પકડી આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.

Next Story