-
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું સુંદર આયોજન
-
20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત
-
588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે પદવીઓ એનાયત કરાય
-
શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ-સિલ્વર મેડલ, રોકડ પુરસ્કાર એનાયત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢના સરદાર પટેલ સભાગૃહ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 20માં પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદહસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડિયોના માધ્યમથી પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જુનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ, કુલસચિવ, અધિકારીઓ, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.