Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: માવઠા વચ્ચે ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં રોષ...

જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ટેકાના ચણાના ભાવની ખરીદી માવઠા વચ્ચે પણ શરૂ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

X

જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ટેકાના ચણાના ભાવની ખરીદી માવઠા વચ્ચે પણ શરૂ થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

જુનાગઢ જિલ્લામાં છેલ્લા દસ દિવસ થયા માવઠાનો કહેર જોવા મળી રહયો છે જિલ્લા ભરમાં ખેડૂતોને લાખો રૂપીયાનું વિપુલ પ્રમાણમાં નુકસાન થયુ છે સરકાર દ્વારા નુકસાની નું સરવે પણ ચાલુ કર્યું છે આજે સવારે વરસાદ થવાથી જૂનાગઢ ના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી ગય અને હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં સરકારના ટેકાના ચણાના ભાવની ખરીદી ચાલુ હોય ખેડૂતો પોતાની જણસી લઈ આવેલા હોય વહેલી સવારે વરસાદને પગલે તાલપત્રી પોતે જ ઢાંકીને આવ્યા ખરીદી કેન્દ્રમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ખેડૂતોની જણસી વરસાદથી પલળે તો કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવેલી અત્યારે વરસાદની આગાહી હોવા છતાં130 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી કેન્દ્ર ઉપર બોલાવવામાં આવ્યા છે અવ્યવસ્થા ના કારણે ખેડૂતોના ચણા પરળી જાય તો એક ખેડૂતોને સવા લાખની નુકસાની આવી શકે છે બધા ખેડૂતોની વાત કરવા જઈએ તો 50 લાખ રૂપિયા જેટલી ખેડૂતોને નુકસાન થઈ શકે છે ખેડૂતોને છેલ્લા દસ દિવસથી ઉભી જણસી ઉપર વરસાદ પડે છે અને માર્કેટિંગ યાર્ડમાં તયાર થયેલો માલ વેચવા આવે તો પણ વરસાદ ચાલુ હોવાથી પલળે તો ખેડૂતોને બમણો માર પડી રહ્યો છેસવાલ એ ઉભો થયો છે કે લાખોની નુકસાની જાય તો જવાબદાર કોણ ખેડૂતોને વળતર કોણ ચૂકવશે


Next Story