/connect-gujarat/media/post_banners/e878ac8b118760ac78a33db20613886d15b93d4d9c66123c897e9008418b9214.jpg)
.ગરવા ગિરનારની ગોદમાં આજે વહેલી સવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં 11 રાજ્યના 449 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
14મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જૂનાગઢ ખાતે યોજાઇ હતી. ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધા ગિરનારની સીડીઓ ચઢીને કરવાની હોય છે.રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત સહિત ૧૧ રાજયોના 449 સ્પર્ધકોએ ભાગ લીધો હતો કોરોનાના કારણે આ વખતે તમામ સ્પર્ધકોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ચાર વિભાગ હોય છે.પશુપાલન મંત્રી દેવા માલમ સહિતના અનેક મહાનુભાવોના હસ્તે પ્રથમ ભાઈઓની ટુકડીને લીલીઝંડી આપી રવાના કરવામાં આવી હતી ત્યારબાદ મહિલાઓને ફ્લેગ આપી રવાના કરવામાં આવી હતી.ભાઈઓ માટે દોઢ કલાક અને બહેનો માટે એક કલાકનો સમય રાખવામાં આવ્યો હતો જેમાં ભાઈઓ માટે ૫૫૦૦ પગથીયા અને બહેનો માટે ૨૨૦૦ પગથીયાની સ્પર્ધા યોજાઇ હતી.