જુનાગઢ : આજથી શારદીય નવરાત્રિનો ધૂમધામથી પ્રારંભ, માં અંબાના શિખરે ઘટ્ટ સ્થાપન કરી કર્યો નવરાત્રિનો પ્રારંભ......

New Update
જુનાગઢ : આજથી શારદીય નવરાત્રિનો ધૂમધામથી પ્રારંભ, માં અંબાના શિખરે ઘટ્ટ સ્થાપન કરી કર્યો નવરાત્રિનો પ્રારંભ......

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં આવેલા ગરબા ગિરનાર પર બિરાજમાન માં અંબાના શિખર પર ઘટ્ટસ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થતાં સમગ્ર શહેર જગતજનનીની ભક્તિમાં તરબોળ બન્યું છે.

આજથી શારદીય આસો નવરાત્રીનો જુનાગઢ શહેરમાં ધામધૂમ પૂર્વક પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢના અતિ પ્રાચીન એવા આશરે 800 વર્ષ પુરાણા વાઘેશ્વરી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં વહેલી સવારે માતાજીની આરતી સાથે નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો બીજી તરફ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના શિખરે પણ ઘટ્ટસ્થાપન સાથે સમગ્ર જુનાગઢ શહેરમાં નવરાત્રીનો પ્રારંભ થતાં સમગ્ર જૂનાગઢ શહેર જગતજનનીની ભક્તિમાં તરબોળ બન્યું છે અને આ મંદિરે આઠમા નોરતે યજ્ઞ સથે ઉત્સવ અને પૂર્ણાહુતિ તરફ લઈ જવાશે ત્યારે માં ભગવતી દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી ગુજરાતી પરિવાર અને સૌ ભક્તજનો દ્વારા આજરોજ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.