જુનાગઢ : ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય...

ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. વિજય વિશ્વાસ સંમેલનના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનમાં મોતને ભેટેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • વિસાવદર અને ભેંસાણ વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે

  • ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન

  • અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્નિક સહિતના આગેવાનોની હાજરી

  • તાલુકાનો વિકાસ થાય તેમ મતદાન કરવા લોકોને અપીલ 

જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર અને ભેંસાણ તાલુકાની વિધાનસભા પેટા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છેત્યારે ઉમેદવારો આખરી ચરણમાં પણ મતદારોને રીઝવવા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ભેંસાણમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર નીતિન રાણપરિયાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. વિજય વિશ્વાસ સંમેલનના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનમાં મોતને ભેટેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારને જંગી લીડથી જીતાડી તાલુકાનો વિકાસ થાય તેમ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. આ કાર્યકમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્નિકઅમિત ચાવડાનેતા પરેશ ધાનાણીજેની ઠુમ્મરઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories