જુનાગઢ : દત્તાત્રેય મંદિરે માત્ર શિખર પર દર્શન કરવા માટે છૂટ

જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

New Update

જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શિખર પર માત્ર દર્શન માટેની છૂટ આપવામાં આવી છે.

આજે ગિરનાર શિખર પર આવેલ દત્તાત્રેય મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. Dysp ધાંધલિયાના જણાવ્યા મુજબ ગિરનારના પહેલા પગથીયાથી દત્તાત્રેયના શિખર સુધી પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા છે,જેમાં 100 પોલીસ કોન્સ્ટેબલ ,15 પીએસઆઇ, 2 Dysp તેમજ ત્રણ પીઆઇ ફરજ બજાવી રહ્યા છે.

આ ઉપરાંત ત્રણ વિડીયોગ્રાફર અને 50 જેટલા બોડી વીડિયોગ્રાફર મુકવામાં આવ્યા છે. આજે નિર્માણ દિન હોવાથી નિર્વાણ લાડુ શિખરે ધરવા માટે મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતો હોય છે. પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જૈન સમુદાય માટે દત્તાત્રેય શિખર પર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઇકોર્ટની મનાઈ છે.શાંતિ અને સલામતીથી આજે ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્રએ જૈન અને હિન્દુ સમુદાયને અપીલ કરી છે.

Read the Next Article

ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વની ઉજવણી

  • ભરૂચ અને અંકલેશ્વરમાં નીકળ્યા તાજીયા જુલુસ

  • વરસતા વરસાદમાં પણ જોવા મળ્યો ઉત્સાહ

  • કલાત્મક તાજીયાનું નર્મદા નદીમાં કરાયું વિસર્જન

  • મુસ્લિમ સમાજે અધિકારીઓનું કર્યું સન્માન

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વિવિધ રંગો અને લાઇટિંગો સાથેના કલાત્મક તાજીયાના જુલુસ કાઢ્યા કાઢવામાં આવ્યા હતા.આ અવસર નિમિત્તે શહેર મુસ્લિમ સમાજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ સહિત પોલીસની ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર  શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના જુલુસ  નીકળ્યા હતા.અને તાજીયાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે તાજીયા જુલુસ મોડી રાત્રે સંપન્ન કરાયું હતું. તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલુસની યાત્રા સફળ બનાવવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા સહિત પોલીસ અધિકારીઓએનું સન્માન કરવામાં આવ્યું હતું.