જુનાગઢ : દત્તાત્રેય મંદિરે માત્ર શિખર પર દર્શન કરવા માટે છૂટ

જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

New Update

જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શિખર પર માત્ર દર્શન માટેની છૂટ આપવામાં આવી છે.

આજે ગિરનાર શિખર પર આવેલ દત્તાત્રેય મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. Dysp ધાંધલિયાના જણાવ્યા મુજબ ગિરનારના પહેલા પગથીયાથી દત્તાત્રેયના શિખર સુધી પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા છે,જેમાં 100 પોલીસ કોન્સ્ટેબલ ,15 પીએસઆઇ, 2 Dysp તેમજ ત્રણ પીઆઇ ફરજ બજાવી રહ્યા છે.

આ ઉપરાંત ત્રણ વિડીયોગ્રાફર અને 50 જેટલા બોડી વીડિયોગ્રાફર મુકવામાં આવ્યા છે. આજે નિર્માણ દિન હોવાથી નિર્વાણ લાડુ શિખરે ધરવા માટે મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતો હોય છે. પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જૈન સમુદાય માટે દત્તાત્રેય શિખર પર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઇકોર્ટની મનાઈ છે.શાંતિ અને સલામતીથી આજે ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્રએ જૈન અને હિન્દુ સમુદાયને અપીલ કરી છે.

#Gujarat #CGNews #Junagadh #Girnar #Jain Samaj #Girnar mountain
Here are a few more articles:
Read the Next Article