જૂનાગઢ : લંડનમાં સ્થાઈ થયેલા NRI મહિલાને જટીલ સર્જરી કરીને નવજીવન આપતા તબીબ

ઓપરેશન માટે લંડનમાં તબીબોએ જોખમરૂપ ગણાવ્યું હતું તે સર્જરી જૂનાગઢની હોસ્પિટલના સ્થાનિક ડોકટરે આધુનિક ઉપકરણોની મદદથી કરીને મહિલાને નવજીવન આપ્યું

New Update
  • મહિલાની જટીલ સર્જરીનું સફળ નિદાન

  • NRI મહિલાને હતી ગંભીર પેટ સંબંધિત સમસ્યા

  • લંડનમાં પણ ડોક્ટરોએ સર્જરીને ગણાવી હતી જોખમી

  • સ્થાનિક ડોક્ટરે અશક્યને શક્ય કરી બતાવ્યું

  • મહિલાનું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીને કરાયું નિદાન

જુનાગઢમાં ડોકટર દ્વારાNRI મહિલાના અસહ્ય દર્દ અને દુઃખ માંથી જટીલ સર્જરી કરીને મુક્તિ આપી હતી,જે ઓપરેશન માટે લંડનમાં તબીબોએ જોખમરૂપ ગણાવ્યું હતું તે સર્જરી સ્થાનિક ડોકટરે આધુનિક ઉપકરણોની મદદથી કરીને મહિલાને નવજીવન આપ્યું હતું.

જૂનાગઢના વતની ડેનિશભાઈ છેલ્લા 20 વર્ષથી પર સાથે લંડનમાં સ્થાયી થયા છે,ડેનિશભાઈના પત્નીને પેટ સંબંધિત જટિલ સમસ્યાથી તે પીડાય રહ્યા હતા,જેના માટે તેઓએ લંડનના હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી,જોકે ત્યાંના ડોકટરે જરૂરી તબીબી પરીક્ષણ કર્યા બાદ મહિલાની સર્જરી ખૂબ જ જોખમી હોવાનું જણાવ્યું હતું. 

કારણ કે મહિલાને ત્રણ વખત સીઝર કરવામાં આવ્યું હતું,ઉપરાંત  ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિસ્ટ હતું.મહિલાના ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની આસપાસ યુરિનની થેલી,આંતરડા તે બધું ખૂબ ચોંટી ગયું હતું,તેથી સર્જરી કરવી પણ લંડન ડોક્ટરોને જોખમી લાગ્યું હતું,જ્યારે આ દંપતીએ જૂનાગઢના તબીબ ડોક્ટર કે.પી.ગઢવીનો સંપર્ક કર્યો હતો. 

અને એક મહિનાના વિઝા મેળવીને તેઓ લંડનથી જુનાગઢ સારવાર માટે આવ્યા હતા.અને તેઓની સમસ્યાનું સમાધાન તેઓને મળી ગયું હતું. અને ડોક્ટર દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી ઓપરેશન કરીને મહિલાની જટીલ સમસ્યાનું સુખદ નિદાન કરવામાં આવ્યું હતું,અને માત્ર ત્રણ દિવસમાં મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા મહિલા ખુદ ચાલીને ઘરે ગયા હતા.આNRI દંપતીએ ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કર્યા હતા,અને ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

હવામાન વિભાગ આગાહી રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી, 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિયા

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે

New Update
heavy rain inindia

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે.

આ સિસ્ટમ્સમાં બિકાનેરથી બંગાળની ખાડી તરફ પસાર થતી એક ટ્રફ લાઇન, દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડીમાં પસાર થતી બીજી ટ્રફ લાઇન અને એક સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, અને તંત્ર તથા લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે 'યેલો એલર્ટ' જારી કરાયું છે, અને લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.