જુનાગઢ : સિંહ દર્શનનો લ્હાવો, સાસણ-ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું

સિંહના સંવનન સમય હોવાના કારણે વન વિભાગ દ્વારા દર વર્ષે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર નેચર સફારી પાર્ક અને ગીર વન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે

New Update
જુનાગઢ : સિંહ દર્શનનો લ્હાવો, સાસણ-ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું

સાસણ નેચર સફારી પાર્ક અને ગીર વનને ખુલ્લુ મુકાયું

ચોમાસાની ઋતુના કારણે 4 મહિના બંધ હતું સફારી પાર્ક

કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે પ્રવાસીઓ

ચોમાસાની ઋતુ અને સિંહના સંવનન સમય હોવાના કારણે જુનાગઢ વન વિભાગ દ્વારા દર વર્ષે ગીર નેચર સફારી પાર્ક અને ગીર વનને 4 મહિના માટે બંધ રાખવામા આવે છે, ત્યારે આજરોજ સાસણ નેચર સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સિંહ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

પ્રવાસીઓની આતુરતાનો આજથી અંત આવ્યો છે. જુનાગઢનું સાસણ નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુને લઈ અને સિંહના સંવનન સમય હોવાના કારણે વન વિભાગ દ્વારા દર વર્ષે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર નેચર સફારી પાર્ક અને ગીર વન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, ત્યારે આજરોજ વન વિભાગ દ્વારા સાસણ નેચર સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે 4 મહિના બંધ રખાયા બાદ સિંહ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ સાથે જ પ્રવાસીઓ માટે આ વર્ષે ખાસ નવી જીપ્સીઓની સુવિધા ઊભી કરવામાં આવી છે, ત્યારે પ્રવાસીઓ નવી જીપ્સીમાં બેસી કુદરતના ખોળે સિંહોને મસ્તી કરતા જોઈ શકશે. સાસણની મુલાકાતે આવનાર પ્રવાસીઓએ ઓનલાઈન બુકિંગ કરાવવાની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. અહી આવનાર પ્રવાસીઓમાં વધારાને જોઈ ચોક્કસ કહી શકાય કે, લોકોને જંગલી પ્રાણીઓ અને ખાસ કરી ગીર વિસ્તાર પ્રત્યેની ઉત્સુકતામાં વધારો થયો છે, અને આજ પ્રવાસીઓના ઉમંગને જોઈ ગીર નેચર સફારી પાર્કના વન વિભાગ દ્વારા આવનાર પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા મળે તેવા હેતુથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Latest Stories