જુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી...

પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,

જુનાગઢ : ગરવા ગિરનાર પર પીવાના પાણીની સમસ્યા સર્જાય, પ્રવાસીઓને ભારે હાલાકી...
New Update

જુનાગઢના ગિરનાર પર્વત પર હાલ વેકેશનને લઈ મોટી સંખ્યામાં યાત્રાળુ આવી રહ્યા હોય, ત્યારે ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ આ યાત્રાળુઓને પીવાના પાણીને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભવનાથ વિસ્તાર તેમજ ગિરનાર પર્વત પર ઇકોસેન્સેટિવ ઝોનને લઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય, જેથી લોકોને પીવાના પાણીની સુવિધાને માટે થઈ ઉષા બ્રેકો કંપની સંચાલિત ગિરનાર રોપ-વે દ્વારા માલવાહક ટ્રોલી મારફતે સિન્ટેક્સના ટાંકા ભરી ગિરનાર પર્વત પર પાણી પહોંચાડવામાં આવે છે, અને ત્યાં પણ વોટર કુલરની સુવિધા ઉભી કરી યાત્રાળુઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

જોકે, આ સિવાય ટેટ્રા પેકિંગમાં ગિરનાર પર્વત પર આવેલી દુકાનોમાં પાણી મળી રહ્યું છે. જેની કિંમત સામાન્ય લોકોને ન પરવળે એવી હોય, જેથી હાલ ગિરનાર પર્વત તેમજ ભવનાથ વિસ્તારમાં આવતા લોકો પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને લઈ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હાલ તો વહેલી તકે સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે.

#tourists #Girnar #problem #Drinking water #Junagadh
Here are a few more articles:
Read the Next Article