જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારોએ દરિયાલાલની પુજા-અર્ચના કરી બોટોને દરિયામાં લઈ જવાની તૈયારીઓ સાથે માછીમારી સિઝનનો પ્રારંભ કર્યો છે. જેમાં માછીમારોને દરિયામાં જવાની ઓનલાઇન ટોકન પરમીશન શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતા વર્તાય રહી છે, જેથી માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા જવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ખાસ તો હાલ માંગરોળ બંદર ઉપર 2400 જેટલી માછીમારી બોટો આવેલી છે, અને માંગરોળ બંદરની જેટીમાં 120થી વધુ બોટનો સમાવેશ થાય તેટલી જ ક્ષમતા છે, જેથી માછીમારી સીઝન શરૂ થાય તેવી આશાથી હાલ બોટો દરીયામાં લાંગરી દેવામાં આવી છે, ત્યારે આ વર્ષે સારી એવી માછીમારી સિઝન રહે તેવી માછીમારો આશા સેવી રહ્યા છે.