જૂનાગઢ : મિત્રો-મિત્રો વચ્ચે મજાક-મસ્તીમાં ખૂની ખેલ ખેલાયો, મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની ધરપકડ...

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં સામાન્ય મજાક-મસ્તી અને બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા જામકા ગામના 19 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો

New Update
  • કડિયાવાડ વિસ્તારમાં મજાક-મસ્તીમાં ખૂની ખેલ ખેલાયો

  • ગાળાગાળી બાદ બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

  • આરોપી અન્ય મિત્રો સાથે ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયો

  • સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત યુવકનું કરૂણ મોત નીપજ્યું

  • પોલીસે હત્યારાની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી 

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં મજાક-મસ્તી અને બોલાચાલીમાં ઉશ્કેરાયેલા મિત્રએ જ મિત્ર પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતોતારે સમગ્ર મામલે પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં સામાન્ય મજાક-મસ્તી અને બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મિત્રો-મિત્રો વચ્ચે થયેલી ગાળાગાળી એટલી હદે વણસી હતી કેઉશ્કેરાયેલા મિત્રએ તેના જ સાથીના થાપાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગત તા. 1 માર્ચની રાત્રિએ બનેલી હૃદયદ્રાવક ઘટનાની વિગતો આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કેજામકા ગામના 19 વર્ષીય યુવાન રાશિશ ઉર્ફે ભયુ હરસુખ સોલંકીની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરતા મિત્રતામાં થયેલી બોલાચાલીએ ખૂની ખેલનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

મૃતક રાશિશ સોલંકી પોતાની બહેનને બોટાદ ખાતે લાઈવ ડેકોરેશનના કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે વિસાવદર ખાતે રહેતા તેના નજીકના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો હતોત્યાં રાત્રિ ભોજન કર્યા બાદરાશિશ અને રવિ ઇકો કાર લઈને જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢમાં તેઓ તેમના અન્ય મિત્રો મીત સોલંકીરોનક ચૌધરી અને હર્ષદ સોલંકીને ઇસ્કોન ચોકડી પાસે મળ્યા હતા. ત્યારબાદ પાંચેય મિત્રો કાળવા ચોક થઈને કડિયાવાડ વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેઠા હતાજ્યાં સામાન્ય મજાક-મસ્તી અને બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં રાશિશને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આરોપી રોનક પોતે પણ અન્ય મિત્રો સાથે તેને હોસ્પિટલ લઈ ગયો હતો. મૃતકના પરિવારને માત્ર એટલી જ જાણ કરવામાં આવી હતી કેરાશિશને 'લાગી ગયુંછે. જોકેઈજા ગંભીર હોવાથી જૂનાગઢના ડોક્ટરોએ તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો હતોજ્યાં સારવાર દરમિયાન આ 19 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે આરોપી રોનક ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories