New Update
જૂનાગઢ વન વિભાગનો નવતર અભિગમ
ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરાય
વન્યપ્રાણીઓની સુરક્ષા માટે પાયલટ પ્રોજેકટ શરૂ
વાહનોની ગતિમર્યાદા દર્શાવાશે
માર્ગમાં પ્રાણી હશે તો પણ એલર્ટ અપાશે
હવે સાસણ ગિર જતા તમામ વાહનો સાથે વન્ય પ્રાણીઓના અકસ્માતને અટકાવવા વનવિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે
વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓની સુરક્ષા માટે એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગીર સ્પીડ મોનીટરીંગ સીસ્ટમ કાર્યરત કરાઇ છે. આ સીસ્ટમ હેઠળ સેન્સર આધારીત ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે થર્મલ ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ કરવામાં અવાી છે. આ સીસ્ટમ મેંદરડાથી વાણીયાવાવ ચેક પોસ્ટથી શરૂ થઇ સાસણ તરફ 1 કિમી સુધી લગાવાઇ છે.
આ સીસ્ટમ વાહનોની ઓળખ કરીને તેની ગતિને માપે છે. તેની નંબર પ્લેટો થકી ડ્રાઇવરોની પણ ઓળખ થઇ જાય છે. જો વાહનની સ્પીડ વધુ હશે તો ડ્રાઇવરને તુરતજ રસ્તા પર રાખેલા એલઇડી સ્ક્રીન પર તેની સ્પીડ વિશે માહિતી મળી જશે. એ રીતે રસ્તા પર જો વન્ય પ્રાણી આવી ગયું હોય તો પણ એજ બોર્ડ પર વાઇલ્ડ લાઇફ અહેડ એવી સુચના પ્રદર્શિત થશે.
એવા સંજોગોમાં વાહન થોભાવી દેવાનું રહેશે. રાત્રીના સમયે પણ આ સીસ્ટમ કાર્યરત રહેશે અને અતિભારે વરસાદ કે શિયાળામાં ધૂમ્મસના સંજોગોમાં પણ આ સીસ્ટમ અસરકારક રીતે કાર્ય કરે છે.હાલ આ સીસ્ટમમાં 16 થર્મલ ઓપ્ટીકલ કેમેરા, 8 પીટીઝેડ કેમેરા, 4 એએનપીઆર કેમેરા, 4 સ્પીડ રડાર, 4 સ્ટ્રોબ લાઇટ, 20 રોડ પરના ડિસ્પ્લે યુનિટ અને કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે.
Latest Stories