ગીરના જંગલોમાં જોવા મળતાં એશિયાટીક સિંહો પર્યટકોમાં ભારે આર્કષણ ધરાવે છે ત્યારે જંગલ વિસ્તારની આસપાસના ગામોમાં રહેતાં લોકો ગેરકાયદેસર રીતે લાયન શોનું આયોજન કરી રોકડી કરી લેતાં હોય છે. આવા જ એક લાયન શો પ્રકરણમાં વન વિભાગે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.....
સાસણ ગીરના જંગલમાં આવેલાં મેંદરડાના ગુંદિયાળી ગામે આવેલા ફાર્મ હાઉસમાં કાવતરું રચીને જીવતો બળદ બાંધીને સિંહને લલચાવવામાં આવ્યો હતો. બળદનું મારણ કરવા આવેલાં સિંહના પર્યટકોએ ફોટા અને વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે.વન વિભાગે ૧૨ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને ૧૮ જેટલા શખ્સઓને સમન્સ પાઠવી નિવેદનો નોંધ્યા હતા જેના આધારે ૭ લોકોના નામ બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરાયાં હતાં જેમાં કોર્ટે આરોપીઓને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. આ કેસમાં જુનાગઢના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં દિનેશ જોશીની સંડોવણી બહાર આવી છે. તેને સમન્સ આપવા છતાં તે વન વિભાગના અધિકારીઓ સમક્ષ હાજર થયો ન હોવાથી તેની શોધખોળ કરાય રહી છે. જે ફાર્મ હાઉસમાં લાયન શોનું આયોજન થયું તે ફાર્મહાઉસ દિનેશના કોઇ સંબંધીનું હોવાનું બહાર આવ્યું છે.