/connect-gujarat/media/post_banners/361a118faa831b69612c8defb376ab2f9e50d3252b3c28dd1badeb3ed546fba2.jpg)
નાતાલ પર્વને લઈને ચાલી રહ્યું છે મીની વેકેશન
પ્રવાસન સ્થળ ખાતે માનવ કીડીયામણ ઉભરાયું
રજાઓમાં ગિરનાર ખાતે ઊમટ્યું માનવ મહેરામણ
નાતાલના તહેવારને લઈ પર્યટકોનો વધ્યો ધસારો
રોપવેની મજા માણીને સહેલાણીઓ થયા અભિભૂત
હાલ ચાલી રહેલ નાતાલ પર્વના મીની વેકેશનની રજાઓમાં જુનાગઢ ખાતે ગિરનાર તેમજ સક્કરબાગ સહિતના પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભારે ભીડ ઉમટી હતી. તા. 25 ડિસેમ્બર નાતાલ પર્વની રજા તેમજ ચાલી રહેલા મીની વેકેશન દરમાયન જુનાગઢના ગિરનાર પર્વત પર આવેલ જગત જનની માઁ અંબાના દર્શન કરવા હજારો પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. એસિયામાં સૌથી મોટું રોપ-વે ગિરનાર પર હોવાથી પ્રવાસીઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે..
જ્યારે 25 ડિસેમ્બર નાતાલ પર્વની રજાઓમાં મિનિ વેકેશનને મહાલવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જુનાગઢના ઐતિહાસિક અને ધાર્મિક દર્શનિય સ્થળો પર ડિસેમ્બર માસમાં ભારે ભીડ જોવા મળે છે, તેવામાં રોપ-વે દ્વારા ગિરનાર પર્વતની સફરને પ્રવાસીઓએ ઉત્તમ સુવિધા ગણાવી હતી. ગિરનાર પર્વત સિવાય જુનાગઢના સક્કરબાગ ઝુ તેમજ ઉપરકોટ કિલ્લાની પણ મુલાકાતે પ્રવાસીઓની બહોળી સંખ્યા જોવા મળી હતી.