Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : પ્રેમ કાછડીયાની પ્રભુ ભકિતમાં વન વિભાગનું વિધ્ન, સાધુ -સંતો આવ્યાં વ્હારે

ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.

X

જુનાગઢમાં ગિરનારની જોખમી શિલાઓ પર સરળતાથી ચઢાણ કરતાં પ્રેમ કાછડીયાને વન વિભાગે પુછપરછ માટે બોલાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.

ગિરનાર પર્વત પર આવેલી ભૈરવ જપની જગ્યા પર જવાનો રસ્તો નહિ હોવા છતાં વડાલ ગામનો પ્રેમ કાછડીયા સરળતાથી જોખમી શિલાઓ પણ ચઢી ભૈરવ જપ ખાતે પહોંચે છે તે ત્યાં સ્થાનકની સફાઇની સાથે પુજન અર્ચન પણ કરે છે. પ્રેમ કાછડીયાનો દેશી સ્પાઇડર મેનના નામથી વિડીયો પણ ખુબ વાયરલ થયો છે. વિડીયો વાયરલ થયા બાદ હવે વન વિભાગ એકશનમાં આવ્યું છે અને પ્રેમ કાછડીયાને પુછપરછ માટે બોલાવ્યો છે. જુનાગઢની સેવાભાવી સંસ્થાના લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, સિનિયર વકીલો પ્રેમ કાછડીયાની મદદે આવ્યાં છે અને તેમણે વન વિભાગની કાર્યવાહીને ખોટી ગણાવી છે.

સમગ્ર મામલે વનવિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે લોકોની ધાર્મિક લાગણી સાથે વનવિભાગ ક્યારેય ખિલવાડ કરતું નથી પરંતુ વન્ય પ્રાણીઓની અને માનવીઓની સલામતી માટે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી અને હજુ આગળની તપાસ ડુંગર દક્ષિણ રેન્જના આરએફઓ કરશે.વનવિભાગે પોતાની જાતે જ વિવાદ ઉભો કર્યો હોય તેમ લાગી રહયું છે. પ્રેમ કાછડીયા સામે કાર્યવાહી થશે તો સંત સમાજે પણ આંદોલનની ચીમકી આપી છે. આગામી દિવસોમાં આ વિવાદ કેવો રંગ લાવે છે તે જોવું રહયું...

Next Story