Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : વંથલીના ટીનમસ ગામે ખેતરોમાં ફરી વળ્યું વરસાદી પાણી, કપાસના પાકને મોટું નુકશાન...

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને મોટું નુકશાન પહોચ્યું છે.

X

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને મોટું નુકશાન પહોચ્યું છે.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામના ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની છે, જ્યાં વરસેલા ભારે વરસાદના કારણે ટીનમસ ગામના ખેતરોમાં પાણી ફરી વલયા છે. જેના પગલે ખેડૂતોએ વાવેતર કરેલા કપાસના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. જોકે, વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ ખેતરોમાં પાણી જોવા મળ્યા છે, ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓને હાલ આ વરસાદથી પ્રતિ વીઘા દીઠ 15 હજારથી વધુની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, ઘેડ પંથકમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. છતા તંત્ર કે, કોઈ નેતા દ્વારા આ મામલે કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ટીનમસ ગામમાં કુલ 4 હજારની વસ્તી છે. જેમાં મહદ અંશે લોકો ખેતી સાથે જોડાયેલા છે.

Next Story