Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મનપા રખડતાં ઢોર બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલા કરિયા ગામે “જનતા રેડ”

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે.

X

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરિયા ગામે જંગલની બોર્ડરના ગામડાઓમાં મહાનગરપાલિકા દ્વારા રખડતાં ભટકતા પકડેલા વાછરડા તેમજ ગાયોને જંગલના બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલાં ગ્રામજનોએ જનતા રેડ કરી હતી.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તારની બોર્ડર ઉપર કરિયા, સામતપરા, દુધાળા અને પછવાડા સહિત 7થી 12 ગામો આવેલા છે. સિંહ-દીપડાઓ પણ અહી મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ ગામના મોટાભાગના ખેડૂતો ખેતી કરી આજીવિકા રળતા હોય છે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ભટકતા ઢોરને પકડવાની ઝુંબેશ ચાલી રહી હોય, તેવામાં મનપા દ્વારા ગાયો તેમજ વાછરડાઓને ટેગ એટલે કે, કોઈ નિશાની વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ભરી ગૌશાળામાં મુકીને નિભાવ કરવાની પાલિકાના જવાબદાર અધિકારની હોય છે. આ બાબતની પોલીસે પણ તપાસ કરી રહી હતી. પરંતુ આ ગાય વાછરડાઓને જંગલના બોર્ડરના ગામડાઓમાં છુટા મુકવામાં આવે તે પહેલા 3 ગામના સરપંચ સહિત 60 જેટલા લોકોએ જનતા રેડ કરીને પાલિકાના ટ્રેક્ટર-ટ્રોલીમાં જે ગાય-વાછરડા હતા. તેને પકડી પાડી ભેસાણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ગામના ખેડૂતો તેમજ રહિશો દ્વારા વન વિભાગ તેમજ પોલીસ ખાતાને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દરરોજ ગાય અને વાછરડાના સિંહો મારણ કરે છે. એટલે અમારા જે ગામડાઓ છે, એમાં વધારે સિંહ અને દીપડાનો વસવાટ થઈ ગયો છે. તો રાત્રે દિવસે ખેતી કામ કેવી રીતે કરવું અને મહિલાઓ-બાળકો ગામમાં ધોળા દિવસે નીકળતા પણ ડરે છે. ભેસાણ તાલુકાના કરિયા ગામે જંગલની બોર્ડરના ગામડાઓમાં મહાનગરપાલિકા દ્વારા રખડતાં ભટકતા પકડેલા વાછરડા તેમજ ગાયોને જંગલના બોર્ડર વિસ્તારમાં છુટા મુકે તે પહેલાં ગ્રામજનોએ જનતા રેડ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Next Story