જુનાગઢ : ખીરસરા ગામે 4 દાયકા જૂની પાણીની ટાંકી થઇ ધરાશાયી, જુઓ "LIVE" દ્રશ્યો..!

કેશોદના ખીરસરા ગામે પાણીની ટાંકી થઈ ધરાશાયી, જર્જરિત ટાંકી ઉતારી લેવા ગ્રામજનોની હતી રજૂઆત.

New Update
જુનાગઢ : ખીરસરા ગામે 4 દાયકા જૂની પાણીની ટાંકી થઇ ધરાશાયી, જુઓ "LIVE" દ્રશ્યો..!

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખીરસરા ગામે લગભગ 4 દાયકા જૂની ઓવરહેડ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી જવા પામી હતી. ટાંકી ધરાશાયી થવાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

Advertisment

કેશોદ તાલુકાના ખીરસરા ગામે 40 વર્ષ જૂની ઓવરહેડ પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી. જોકે, ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગત તા. 30 જુલાઇએ બપોરના સમયે કુદરતી રીતે એકાએક આ જર્જરિત પાણીની ટાંકી તૂટી કકડભૂસ થઇ જતાં આસપાસના વિસ્‍તારમાં પાણી ફરી વળ્યું હતું. તો સાથે જ બાજુની એક દુકાનમાં પુરની માફક પાણી ઘૂસતા લોકોમાં દોડધામ પણ મચી હતી. 1.50 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી તૂટ્યાના દ્રશ્યો નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

ખીરસરા ગામમાં લગભગ 4 દાયકા જૂની ઓવરહેડ ઓવરહેડ પાણીની ટાંકી તુટી પડતાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ ટાંકીની બાજુમાં આવેલી દુધની ડેરીના મકાન, ગોડાઉનમાં રાખેલાં ચણાના કટ્ટા, સ્થળ પર પાર્ક કરેલ એક રીક્ષા તથા બાઈકને ટાંકીના કાટમાળના કારણે નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ખીરસરા ગામે ઓવરહેડ પાણીની ટાંકી તૂટવાના સમાચાર મળતાં જ વહીવટી તંત્રના અઘિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્‍યા હતા.

Advertisment