જૂનાગઢ: ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની પુર્ણાહુતી

જૂનાગઢના ભવનાથમાં નાગા સાધુઓની રવેડી અને મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી થઈ હતી

જૂનાગઢ: ભવનાથમાં મૃગીકુંડમાં સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની પુર્ણાહુતી
New Update

જૂનાગઢના ભવનાથમાં નાગા સાધુઓની રવેડી અને મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી થઈ હતી

જૂનાગઢના ભવનાથમાં યોજાયેલ નાગા સાધુઓની રવેડી અને ભવનાથ મંદિરના મુર્ગી કુંડમાં શાહી સ્નાન બાદ મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો, હર હર મહાદેવના નાદ સાથે નાગા સાધુઓ અને ત્રણ અખાડાના સાધુ સંતો મહંતો રવેડીમાં જોડાયા હતા, જુના અખાડા ખાતેથી પ્રસ્થાન થયેલી રવેડી દત્તચોક થઈ ભવનાથ મંદિર ખાતે મધ્યરાત્રીના 12 વાગે આવી પહોંચી હતી જ્યાં વિધિવત પૂજા અર્ચના અને મહાદેવની આરતી બાદ નાગા સાધુઓ અને અખાડાના સાધુઓએ મુર્ગી કુંડમાં શાહી સ્નાન કર્યું હતું જેમાં બહોળી સંખ્યસમાં સાધુ સંતો અને મહંતો જોડાયા હતા,ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો મહાશિવરાત્રી મેળો ગત 5 તારીખ મહાવદ નોમના દિવસે વિધિવત શરૂ થયો હતો જે 8 તારીખ મહાશિવરાત્રીના દિવસે મધ્યરાત્રિએ સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો વિધિવત રીતે સંપન્ન થયો હતો

#Gujarat #CGNews #Junagadh #fair #Mahashivratri #bathing #Mrigikund #Bhavnath
Here are a few more articles:
Read the Next Article