જુનાગઢ:માંગરોળનો યુવાન આફ્રિકાના કોંગોમાંથી પરત ફર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની મળી મદદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળનો એક યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાની જાણ તેના પરિવારજનને કરી હતી.

New Update
જુનાગઢ:માંગરોળનો યુવાન આફ્રિકાના કોંગોમાંથી પરત ફર્યો, કેન્દ્ર અને રાજ્ય સરકારની મળી મદદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળનો એક યુવાન આફ્રિકાના કોંગોમાં ફસાયો હોવાની જાણ તેના પરિવારજનને કરી હતી. ત્યાર બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી યુવાન હેમખેમ પોતાના વતન અજવી ગયો હતો

જૂનાગઢ જિલ્લાના માંગરોળનો રહેવાસી ફરહાન નામનો યુવાન સાડા ચાર વર્ષથી આફ્રિકાના કોંગોમાં નોકરી કરતો હતો. માંગરોળ પરત ફરેલા ફરહાને કહ્યું હતું કે, તેમને ત્યાં રહેવામાં અને નોકરી કરવામાં કોઈ તકલીફ ન હતી. તે જૂન મહિનામાં અહીં પરત ફરવાનો હતો. પરંતુ, સ્ટોરના હિસાબમાં ઘટ આવતા અંદાજે 80 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું હતું. જે વાત મારા પરિવારને કરતા મારા પિતાએ પોલીસની મદદ માગી હતી.ફરહાનના પિતા મુનાફભાઈ પરમારે કહ્યું હતું કે, તેમના પુત્રએ જૂન મહિનામાં પરત આવવાનો ફોન કરતા તેઓ ખુશ હતા. પરંતુ, થોડા દિવસ બાદ ત્યાંથી અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો અને તેને 80 લાખ રૂપિયા જમા કરાવે તો જ પોતાનો પુત્ર ભારત પરત ફરશે તેમ જણાવતા તેઓ ગભરાઈ ગયા હતા. જેથી મેં માંગરોળ અને જૂનાગઢ પોલીસને જાણ કરી હતી. મારો પુત્ર હેમખેમ પરત ફરી જતા જૂનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું હતું કે, ફરહાનના પિતા પર અજાણી વ્યકિતનો ફોન આવ્યાની અને પૈસાની માગણી કર્યાની જાણ પોલીસને થતા જ માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, તત્કાલીન એસપી અને રેન્જ આઈજીએ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું હતું ત્યાં ફસાયેલા ફરહાનના જીવને જોખમ ન થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. અંતે ફરહાન 11 ઓગસ્ટે તેના ઘરે માંગરોળ પરત ફર્યો છે.

Latest Stories