Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસનો નવતર અભિગમ, યોજાશે રન ફોર જુનાગઢ ઇવેન્ટ...

યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણના નાથવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર નશામુક્ત જુનાગઢ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

X

યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણના નાથવા માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા રન ફોર નશામુક્ત જુનાગઢ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા યોજાનાર રન ફોર જુનાગઢની ઈવેન્ટને લઇ જુનાગઢ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા માટે આજે તા. 4 નવેમ્બરના રોજ એક નવતર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં અંદાજિત 25 હજારથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. જેમાં 5 કિલોમીટરમાં ફન રન અને 10 કિલોમીટરમાં સ્પર્ધાત્મક ઇવેન્ટ યોજાનાર છે, ત્યારે રન ફોર જુનાગઢની ઇવેન્ટમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરાવી પ્રારંભ કરાવવામાં આવશે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી આ સ્પર્ધાનો બપોરના 4 કલાકે પ્રારંભ થશે, અને રાત્રે 10 કલાકે આ સ્પર્ધાને પૂર્ણ કરવામાં આવનાર છે.

Next Story