જુનાગઢ : દરગાહ દબાણ મામલે થયેલ અથડામણ બાદ એસપી ઓફિસે યોજાય શાંતિ સમિતિની બેઠક…

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી,

New Update
જુનાગઢ : દરગાહ દબાણ મામલે થયેલ અથડામણ બાદ એસપી ઓફિસે યોજાય શાંતિ સમિતિની બેઠક…

જુનાગઢ શહેરના મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે થયેલ અથડામણ બાદ એસપી ઓફિસ ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ ખાતે દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી, અને 5 દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેને લઈ મોડી રાત્રે લઘુમતી સમાજના લોક ટોળા એકત્રિત થયા હતા, જ્યાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો થતાં પોલીસ દ્વારા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ મામલે 180 જેટલા શકમંદ લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જે શકમંદોને પકડવામાં આવ્યા હતા. તેમાંથી ગઈકાલ રાત્રે 34 શખ્સોને જુનાગઢ મામલતદાર સમક્ષ રૂબરૂ હાજર કરી 151 કલમ હેઠળ જામીન આપવામાં આવ્યા છે. તો બીજી તરફ, પોલીસ પર હુમલો કરનાર 31 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં જુનાગઢના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો બીજી તરફ, જુનાગઢ એસપી ઓફિસ ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં પોલીસ સમક્ષ લઘુમતી સમાજના આગેવાનો માંગ કરી હતી કે, તંત્ર દ્વારા ડીમોલેશન પૂર્વે નોટિસ આપતા પહેલા જાણ કરવી જોઈએ તેમજ બેઠક કરવી જોઈએ. જેથી ગેરસમજ ન ફેલાય અને આવી ઘટના ન બને. આ જે ઘટના બની છે તે દુઃખદ છે, પણ આ કૃત્યમાં જે લોકો શામિલ હોય તેઓને સજા થાય એ સામે કોઈ વાંધો નથી, પણ નિર્દોષ સામે કોઈ આકરા પગલાં ન લેવાય તે જોવું આવશ્યક છે. આ સાથે જ આરોપીઓ પકડવા અગ્રણીઓ પોલીસને મદદ કરશે. પોલીસ પણ આગેવાનોને વિશ્વાસમાં લઈ કામ કરશે તો શહેરમાં શાંતિ અને સલામતી જળવાશે તેવી બેઠક દરમ્યાન ચર્ચા થઈ હતી.

Latest Stories