સગીરાના અપહરણ બાદ તેના સાથે જધન્ય કૃત્યનો મામલો
14 ઈસમોએ સગીરાનું અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
રાજકોટમાં જુદા જુદા સ્થળ પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ
સગીરા પાસે દેહ વ્યાપાર પણ કરાવ્યો હતો : જુનાગઢ પોલીસ
પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ સાથે કાયદેસરની કાર્યવાહી
જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં મહિલા સુરક્ષા વધુ સુરક્ષિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઈચ્છાશક્તિથી હવે દુષ્કર્મ જેવા જઘન્ય કેસોમાં પીડિતાઓ અને તેમના પરિવારોને ઝડપી ન્યાય મળી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે જધન્ય કૃત્ય થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગત તા. 13મી સપ્ટેમ્બરના રોજ જુનાગઢમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાય હતી. જેમાં 14 ઈસમો દ્વારા સગીરાનું અપહરણ કર્યા બાદ એ’ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં અરબાઝ નામનો ઈસમ સગીરાનો મિત્ર હતો. રાજકોટમાં જુદા જુદા સ્થળ પર પહેલા અરબાઝ અને બાદમાં તેના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સગીરાના મિત્ર અરબાઝ અને અરબાઝના મિત્ર આકાશ નામના ઈસમે પણ સગીરા પાસે દેહ વ્યાપાર કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આકાશ નેપાળી, હિરેન સાપરા, જસ્મીન મકવાણા સહિત હાર્દિક ઝાપડાની ધરપકડ કરી છે, જ્યારે પોલીસે આ અગાઉ રેહાન અને કિરણ નામના ઇસમોની ધરપકડ કરી હતી, ત્યારે હાલ તો જુનાગઢ પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.