Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: આપના નેતાઓ પર હુમલાનો મામલો, પોલીસે આખરે ફરિયાદ નોંધી

જુનાગઢમાં આપના નેતાઓ પર હુમલો, ઈશુદાન ગઢવી, મહેશ સવાણીની કાર પર હુમલો કરાયો.

X

જુનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર થયેલ હુમલા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોલીસ ફરિયાદ નોધવાની માંગ સાથે આપના નેતા વિસાવદર પોલીસ સ્ટેશન બહાર આખી રાત ધરણા પર બેઠા હતા તો આજે સવારે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી.

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર જન સંવેદના યાત્રા દરમિયાન થયેલા હુમલા બાદ પાર્ટી નેતા હવે આરપાર મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલ રાતથી જ ધરણાં આપી રહ્યા હતા . મોટી સંખ્યામાં કાર્યકરો પણ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર રોકાયા હતા ઈશુદાન ગઢવી એ આ હુમલાને ભાજપ પ્રેરિત ગણાવ્યો હતો ત્યારે આખરે વિસાવદર પોલીસે આજે સવારે ફરિયાદ દાખલ કરી છે ત્યારે આજે ધરણા સમાપ્ત કરવાની ઘોષણા કરી છે તો પોલીસે યાત્રાને રક્ષણ આપવાની પણ ખાતરી આપી છે॰

આજે ફરિયાદ દાખલ થતા પહેલા આખી રાત ઉચાટ ભરી રહી આ હુમલા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી કે FIR ની કોપી તેમને આપવામાં આવે. પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે ફરિયાદ કોપી નથી આપી તથા AAP દ્વારા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કલમ નથી ઉમેરવામાં આવી.મામલાની ગંભીરતા જોતા જૂનાગઢ એસપી પણ વિસાવદર પોહ્ચ્યા હતા અને પોલીસ અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી.આ મામલામાં સામા પક્ષના એક આગેવાને આપના પ્રવીણ રામ સહિત 2 લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાનું કામ કરો, વિપક્ષ પર આ પ્રકારના હુમલા કરીને ડરાવશો નહી કેજરીવાલે સીએમ વિજય રૂપાણી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી તો યુવા નેતા પ્રવીણ રામે પણ કહ્યું કે અમને ડરાવવા ના પ્રયાસો થઈ રહયા છે પણ અમે ડરવાના નથી.

Next Story