Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ:પોલીસનો તોડકાંડ,SOG શાખાના PI, ASI અને માણાવદરના CPI સસ્પેન્ડ..!

SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી.

X

જૂનાગઢ પોલીસનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ પોલીસનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ SOG શાખાના PI અરવિંદ ગોહિલ, ASI દિપક જાની અને માણાવદરના CPI તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી. જેથી તેઓ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે વિગતવાર વાત કરવામાં આવે તો SOG દ્વારા કેરેલાના એક વેપારીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. કેરેલાના વેપારીએ જૂનાગઢ રેન્જ આઈ.જી નો સંપર્ક કરી પોતાની અરજી આપી હતી. રેન્જ આઈજીએ સમગ્ર મામલે તપાસ કરી તાત્કાલિક એસઓજી અરવિંદ ગોહિલ અને દીપક જાનીને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ વેપારીની અરજીના આધારે બેંક એકાઉન્ટ અન ફ્રીઝ કરવા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ કર્મીઓના નિવેદનો લેવાની કાર્યવાહી કરાઈ હતી. માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા બેંક એકાઉન્ટોની વિગતો એસઓજીને આપવામાં આવતી હતી. આ બેંક એકાઉન્ટ મામલે તપાસ કરવા એસઓજીને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે રેન્જ આઇ.જી રીડર શાખાના પીઆઇ શક્તિસિંહ ગોહિલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય પોલીસ કર્મીઓ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર અધિનિયમ તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને બળજબરીથી નાણા કઢાવવા જેવી કલમો ઉમેરી ફરિયાદ નોંધાવી હતી.

Next Story