Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ભારે વરસાદના કારણે થયેલ તારાજી બાબતે પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક

જૂનાગઢ શહેરમાં થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાય હતી

X

જૂનાગઢ શહેરમાં થોડા સમય પહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાય હતી

જૂનાગઢમાં ભારે વરસાદને કારણે છેલ્લા 45 વર્ષમાં ન આવ્યું હોય તેવા પૂરુની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇ જુનાગઢ શહેરના મધ્યમાં આવેલા કાળવા નદીના વોંકળા જુનાગઢ શહેરના મુખ્ય માર્ગોને ધમરોળિયા હતા ત્યારે અનેક સોસાયટીઓ,ગલીઓ અને ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પણ સર્જાઇ હતી ત્યારે આ સમગ્ર મામલે રાજ્ય સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. જેને લઈ હાલ તપાસ કમિટીની રચના કરી આ સર્જાયેલી આફત માનવસર્જિત હતી કે કુદરતી તે અંગે પણ તપાસ સમિતિ દ્વારા નિષ્કર્ષ પર પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભારે વરસાદમાં અનેક લોકોની ઘરવખરી તેમજ કાર સહિત વાહનો પરાયા હતા ત્યારે જૂનાગઢમાં આ અંગેની રીવ્યુ બેઠક કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા લેવામાં આવી હતી જેમાં રાઘવજી પટેલના જણાવ્યા મુજબ આ પૂરની પરિસ્થિતિમાં 40 કરોડનું નુકસાન થયું છે અને આવનારા ભવિષ્યમાં આ પ્રકારે પરિસ્થિતિ ન સર્જાય તે માટે કઈ પ્રકારે પગલાં ભરી શકાય તે માટે હાલ તપાસ કમિટીનું નિર્માણ કરી અને બધા પાસા ચકાસવામાં આવી રહ્યા છે.

Next Story