જુનાગઢ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાયું સાસણગીર, માણ્યો સિંહ દર્શનનો નજારો

સાસણગીરમાં લોકોની ભારે ભીડ તેમજ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ સિંહ દર્શન કરી પ્રવાસીઓએ અલગ જ રોમાંચ અનુભવ્યો સાથેજ હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યા છે

New Update
  • એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે કેસાસણગીર

  • દિવાળી વેકેશનની રજાઓમાં ઊમટ્યું લોકોનું ઘોડાપૂર

  • ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્યનો માણ્યો નજારો

  • સિંહદર્શન માટે દૂર દૂરથી પ્રવાસીઓ સાસણગીર આવ્યા

  • અનેક ટ્રીપો અને હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળ્યા

એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. તેવામાં દિવાળી વેકેશનની રજાઓમાં જુનાગઢના ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહ દર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

દિવાળી અને નવા વર્ષના તહેવારની રજાઓના માહોલને લઈને જુનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છેજ્યાં સિંહ દર્શન માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડતાં સાસણગીરમાં લોકોની ભારે ભીડ તેમજ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ સિંહ દર્શન કરી પ્રવાસીઓએ અલગ જ રોમાંચ અનુભવ્યો હતો.

એટલું જ નહીં પ્રવાસીઓએ જંગલમાં પ્રકૃતિને પણ માણી હતી. તો બીજી તરફવન વિભાગ દ્વારા ઓફિશયલ વેબસાઈટ પર જ બુકીંગ કરવા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ સાસણગીરજંગલ સફારી તેમજ દેવડીયા પાર્ક ખાતે લોકોની ભારે ભીડના કારણે તમામ ટ્રીપો તેમજ‌ હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.