-
એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે કે, સાસણગીર
-
દિવાળી વેકેશનની રજાઓમાં ઊમટ્યું લોકોનું ઘોડાપૂર
-
ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્યનો માણ્યો નજારો
-
સિંહદર્શન માટે દૂર દૂરથી પ્રવાસીઓ સાસણગીર આવ્યા
-
અનેક ટ્રીપો અને હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળ્યા
એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન એટલે સાસણગીર. તેવામાં દિવાળી વેકેશનની રજાઓમાં જુનાગઢના ગીર અભ્યારણ્યમાં કુદરતી સાંનિધ્ય અને સિંહ દર્શનનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
દિવાળી અને નવા વર્ષના તહેવારની રજાઓના માહોલને લઈને જુનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જ્યાં સિંહ દર્શન માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડતાં સાસણગીરમાં લોકોની ભારે ભીડ તેમજ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ સિંહ દર્શન કરી પ્રવાસીઓએ અલગ જ રોમાંચ અનુભવ્યો હતો.
એટલું જ નહીં પ્રવાસીઓએ જંગલમાં પ્રકૃતિને પણ માણી હતી. તો બીજી તરફ, વન વિભાગ દ્વારા ઓફિશયલ વેબસાઈટ પર જ બુકીંગ કરવા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ સાસણગીર, જંગલ સફારી તેમજ દેવડીયા પાર્ક ખાતે લોકોની ભારે ભીડના કારણે તમામ ટ્રીપો તેમજ હોટલોમાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યા છે.