જુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે

New Update
જુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે, ત્યારે બાળકનો જીવ બચાવી નવજીવન આપનાર તબીબોનો પરિજનોએ આભાર માન્યો હતો.

અમરેલી જિલ્લાના કોડીનાર તાલુકાના માલાશ્રમ ગામના 42 દિવાસીય બાળક આયુષ સોલંકીને જન્મથી જ કરોડરજ્જુની ગંભીર બિમારી હતી. આ બિમારીમાં બાળકને જન્મજાત કરોડરજ્જુ ગાંઠ સ્વરૂપે કમરમાંથી બહાર આવી જાય છે. પરિણામે બાળકને પગમાં લકવો, મળમૂત્રમાં ભાન ન રહેવાની અને મગજમાં પાણી ભરાવાની તેમજ ઇન્ફેકશન થવાના કારણે આ બિમારી જીલવેણ નિવડવાની શક્યતા પણ રહે છે. આ બિમારીનો ઇલાજ જન્મના 72 કલાકમાં ઓપરેશનથી થાય છે.

મોટાભાગે આવા ઓપરેશન મેટ્રો સિટીમાં થતા હોય છે ત્યારે આ બીમારીથી પીડાતા બાળકના વાલી તેને અમદાવાદ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર ન થતાં નિરાશ થઇ તેઓ જુનાગઢની અગત્સ્ય હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં ન્યુરો સર્જને 6 કલાકમાં સફળ ઓપરેશન કરી બાળકનો જીવ બચાવ્યો હતો, ત્યારે હાલ તો ઓપરેશન બાદ નવજાત શિશુ સંપૂર્ણપણે સ્વસ્થ થતાં પરિવારજનોએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Latest Stories