જુનાગઢ : શિવભકતની 135 કરોડ મંત્ર લખવાની બાધા, 100 કરોડ મંત્ર અત્યાર સુધી લખાઇ ચુકયાં છે

ચોરવાડના રહેવાસીએ લીધો છે 135 કરોડ મંત્રનો સંકલ્પ, વિદેશોમાં પણ લખવામાં આવી રહયાં છે શિવ મંત્રો.

New Update
જુનાગઢ : શિવભકતની 135 કરોડ મંત્ર લખવાની બાધા, 100 કરોડ મંત્ર અત્યાર સુધી લખાઇ ચુકયાં છે

શ્રાવણ માસમાં શિવજીની ભકિતનો અનેરો મહીમા છે ત્યારે જુનાગઢના ચોરવાડના વતની શિવભકતે વિશ્વશાંતિ અને જનકલ્યાણની ભાવનાથી 135 કરોડ શિવ મંત્ર લખવાનો સંકલ્પ લીધો છે. અત્યાર સુધીમાં 100 કરોડ મંત્રો લખાય ચુકયાં છે જયારે બાકી રહેલાં 35 કરોડ મંત્રો લખવાની કામગીરી ચાલી રહી છે.

Advertisment

મુળ ગુજરાતના ચોરવાડ ગામે રહેતા શિવભક્ત યોગેશ પાઠકે ભગવાન સોમનાથના સમીપે સંકલ્પ કર્યો હતો કે, વિશ્વશાંતિ અને જનકલ્યાણની ભાવનાથી શિવજીના 135 કરોડ મંત્ર લખવામાં આવશે અને આ મંત્ર લખેલા કાગળોથી મંદિર બનાવવામાં આવશે. તેમણે પોતાના સંકલ્પને સિધ્ધ કરવા દેશ તથા વિદેશમાં અને વિવિધ ભાષાઓમાં મંત્ર લખી શકાય તે માટે મંત્ર લેખન પુસ્તિકાનું વિતરણ કર્યું હતું.

અત્યાર સુધીમાં અમેરીકા ઓસ્ટ્રેલીયા ઓમાન લંડન દુબઈ મસ્કત સહીત દેશોમાં 100 કરોડ મંત્રો લખાઈ ચુક્યા છે.શ્રાવણ માસમાં 35 કરોડ મંત્રો લખવાની કામગીરી ચાલી રહી છે. શિવભકતો ઓમ નમ : શિવાય અને મહામૃત્યુજય મંત્ર પુસ્તિકામાં લખી રહયાં છે. 100 કરોડ મંત્ર લખેલી પુસ્તિકાઓનું વિધિવત પુજન કરવામાં આવી રહયું છે. 135 કરોડ મંત્રનો સંકલ્પ પુર્ણ થતાં મંદિરનું નિર્માણ કરાશે.

Advertisment