જુનાગઢ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની જનસભા યોજાય, ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર...

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા,

New Update
જુનાગઢ : પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની જનસભા યોજાય, ભાજપ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર...

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓની અધ્યક્ષતામાં ભવ્ય બાઇક રેલી સહિત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ બાદ પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ જુનાગઢ ખાતે આવી પહોચ્યા હતા. જુનાગઢના સક્કરબાગ નજીક તેમનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વાગત કર્યા બાદ 300થી વધુ બાઇક સાથે ભવ્ય બાઇક રેલી યોજાય હતી. આ રેલી સક્કરબાગથી મજેવડી દરવાજા, રેલ્વે સ્ટેશન થઇ ગાંધીચોક ખાતે પહોચી હતી, જ્યાં શક્તિસિંહ ગોહિલે મહાત્મા ગાંધીની પ્રતિમાને હારતોરા કર્યા હતા. બાદમાં ઝાંસીની રાણી સર્કલ નજીક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જનમેદનીને સંબોધન કર્યું હતું. તેઓએ સંબોધનમાં જુનાગઢની ભુમીને નમન કરતાં જણાવ્યુ હતું કે, લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમ છે. કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી. આ ઉપરાંત જુનાગઢ પંથકમાં પાક વિમાના નામે ખેડૂતોને સંપૂર્ણ માહિતી અપાતી નહીં હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. હાલની બેફામ મોંઘવારીના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટી છે. તેમ છતાં દેશમાં ગેસની કિંમતમા વધારો રહ્યો છે. આ સાથે જ કાળું ધન અને રૂ. 15 લાખ બેન્ક ખાતામાં જમા કરાવવાના કેન્દ્રની ભાજપ સરકારના વાયદાઓ પોકળ સાબિત થયા છે. તો બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, કામના નામે મત હોય રામના નામે ન હોય. હિન્દુ ધર્મમાં છેલ્લો નિર્ણય શંકરાચાર્યનો હોય છે. અને શંકરાચાર્યનો મત છે કે, મંદિર પૂર્ણ ન થાય ત્યા સુધી પ્રાણપ્રતિષ્ઠા ન હોય.

Latest Stories