-
સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા રાજ્યના આરોગ્ય મંત્રી
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિવિધ વોર્ડમાં દર્દીઓને મળ્યા
-
સારવાર અંગે દર્દીઓની પૂછપરછ કરી તબીબોને સૂચનો કર્યા
-
હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી બેઠક યોજાય
-
દર્દીઓને પડતી મુશ્કેલી અને તેની કાળજી રાખવા સૂચન કર્યું
જુનાગઢ સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી, જ્યાં વિવિધ વોર્ડમાં દર્દીઓ પાસે જઈ સારવાર અંગે પૂછપરછ કરી તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા.
કરોડોના ખર્ચે બનાવેલ જુનાગઢની સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છે, જેને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં જઈ દર્દીઓ પાસેથી સારવાર અંગે માહિતી મેળવી હતી.
જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સહિતની સુવિધાઓને લઈને પણ તેઓએ માહિતી મેળવી હતી. આ સાથે જ દર્દીઓના રિપોર્ટ અંગે પણ તબીબો તેમજ સ્ટાફ કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવા જરૂરી સૂચન કર્યું હતું.