ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ શિરચ્છેદનનો મામલો
સાધુ સંતોમાં ફેલાયો હતો ઉગ્ર રોષ
પોલીસ દ્વારા સઘન તપાસમાં થયો ખુલાસો
મૃતિ ખંડિત કરવાના ગુનાનો ભેદ ઉકેલાયો
મંદિરના સેવાદાર સહિત બે આરોપીની ધરપકડ
જૂનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર ગુરુ ગોરક્ષનાથની મૂર્તિનું શિરચ્છેદ કરવાની ઘટનાએ ભક્તોની લાગણી દુભાઈ હતી,આ બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે,અને આ કૃત્યને અંજામ આપનાર મંદિરનો સેવાદાર જ આરોપી નીકળતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
જૂનાગઢના પ્રાચીન ગિરનાર પર્વતના 6 હજાર પગથિયાં ઉપર આવેલ ગોરક્ષનાથ મુર્તિનુ શિરચ્છેદ કરી મૂર્તિ ઉખાડી નાખી ખીણમાં ફેંકી દેવાની ઘટનામાં સાધુ સંતો તેમજ ભાવિકોમાં ઘેરા પડઘા પડતા પોલીસતંત્ર દોડતું થયું હતું,અને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ મળી હતી.આ ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓએ ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂર્તિને ખંડિત કરી તોડી નાખી હતી.પર્વતીય વિસ્તારમાં રાત્રીના સમયનો બનાવ અતિ સંવેદનશીલ હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ એસ.ઓ.જી અને ભવનાથ પોલીસ સ્ટેશનના સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી.
ગિરનાર પર્વતની જુના અને નવા રૂટ તેમજ રોપ-વે, તળેટી અને શહેરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન ગોરક્ષનાથ મંદિરની નજીક આવેલ દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરનાર રમેશ ભટ્ટ મંદિરમાં પગારદાર તરીકે રોકાયો હતો.જેની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેની પૂછપરછ કરતા આખરે ગુનાની કબૂલાત કરી લીધી હતી.તેમજ ગોરક્ષનાથ મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ લોખંડની સ્ટીકથી મંદિરના કાચમાં ઘા મારી કાચ તોડી નાખી ત્યારબાદ ચાવી વડે મંદિરનું તાળુ ખોલી મુર્તિ બહાર કાઢી મુર્તિને નીચે ખાઈમાં ફેંકી દીધી હતી,પોલીસે આ બનાવમાં રમેશ હરગોવિંદ ભટ્ટ,અને કિશોર શીવનદાસ કુકરેજા સીંધીની મુંબઇથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.