જુનાગઢ : શેર બજારની એપ્લિકેશનથી રૂપિયા કમાવાની લાલચ બિલ્ડરને ભારે પડી

જેમ જેમ ઓનલાઇન ટ્રેડિંગ, નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે. તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે.

New Update

હાલ સેંકડો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. તેવામાં જુનાગઢ પોલીસે રૂ. 1.47 કરોડની સાયબર ફ્રોડના કેસમાં તમામ રકમ ફરિયાદીને પરત અપાવી સમગ્ર ગુજરાતભરમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

જેમ જેમ ઓનલાઇન ટ્રેડિંગનેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે. તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાંથી સામે આવ્યો છે. જુનાગઢના બિલ્ડર રમેશ પાનસુરીયા થોડા સમય પહેલા શેર બજારની વિવિધ એપ્લિકેશનના માધ્યમથી પૈસા કમાવાની લાલચમાં અલગ અલગ રીતે રૂ. 1.47 કરોડ ગુમાવ્યા હતા. આ અંગે તેણે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટેકનિકલ સોર્સવેબસાઈટના એનાલિસિસ સહિતની અનેક યુક્તિ પ્રયુક્તિ અપનાવી સાયબર ફ્રોડ કરતાં માફિયાઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા કુલ 7 શખ્સોમાંથી 3 મુંબઈના અને 4 શખ્સો અમદાવાદના છે. આ તમામ આરોપીઓને પોલીસે જેલ હવાલે કરી દીધા છે. મહત્વની વાત એ છે કેજે રકમ ગઈ હતીતે પૂરેપૂરી રકમ ભોગ બનનારને પોલીસે પરત અપાવી દીધી છે. ગુજરાતના ઇતિહાસમાં એક સાથે સાયબર ફ્રોડની આટલી મોટી રકમ પરત અપાવવાનો પ્રથમ દાખલો બેસાડતી જુનાગઢ પોલીસે ગર્વ અનુભવ્યો છે.

 

Latest Stories