Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ,25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ

રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રૂ25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ કરવામાં આવી હતી.

X

જુનાગઢમાં રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ વિરુદ્ધ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રૂ25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ કરવામાં આવી હતી.

તાજેતરમાં જૂનાગઢ પોલીસે નકલી MLA બની કારમાં એમ એલ એ નું પાટિયું રાખી રોફ જમાવતા નકલી ધારસભ્ય રાજેશ જાદવ નામના શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ આ નકલી MLAની એક પછી એક કરતૂતો સામે આવી રહી છે.જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક વિધવા મહિલાને વિશ્વાસમાં લઈ અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા માણાવદર પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી રેખા મેરના પતિનું 2021માં કોરોનાથી અવસાન થતાં તેમના નામની 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અપાવી દેવા તેમજ મહિલાના પુત્રને સરકારી નોકરી આપવાની લાલચ આપી કુલ 18 લાખ રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ ફરિયાદી મહિલા સાથે સંપર્ક તૂટી ગયા બાદ આ નકલી MLA ઝડપાતા મહિલાએ ફરી માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

Next Story