-
ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ
-
લીલી પરિક્રમાને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત રાખવા આયોજન
-
તંત્રની સાથે પ્રકૃતિપ્રેમીઓ દ્વારા પહેલ હાથ ધરવામાં આવી
-
સદ્કાર્યમાં ભારત વિકાસ પરિષદ સંસ્થા પણ આગળ આવી
-
પરિક્રમાર્થીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું
જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે વહીવટી તંત્રની સાથે પ્રકૃતિપ્રેમી તેમજ ભારત વિકાસ પરિષદ સંસ્થા આગળ આવી છે.
જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનો 42 કલાક વહેલો પ્રારંભ થયો છે, ત્યારે આ પરિક્રમાને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે વન તંત્રની સાથે પ્રકૃતિપ્રેમી તેમજ ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાઓ પણ આગળ આવી છે. ગિરનારની લીલી પરિક્રમામાં જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે..
ત્યારે જંગલને સ્વચ્છ રાખવા માટે તેમજ પ્રક્રુતિના રક્ષણ અને જતન માટે જુનાગઢ જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયા સહિત વહીવટી તંત્ર, વન વિભાગ તેમજ સાધુ-સંતો દ્વારા છેલ્લા ઘણાં સમયથી અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વર્ષે સામાજિક સંસ્થાઓ તેમજ વન તંત્રના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પરિક્રમાર્થીઓ જ્યારે જંગલમાં પ્રવેશ કરે છે.
ત્યારે તેમના સામાનની તપાસ કરી તેમાં રહેલું પ્લાસ્ટિક લઈ અને પરિક્રમાર્થીને કાપડની બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે આ અંગે ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાના સભ્યએ જણાવ્યું હતું કે, જેમ આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ જંગલ અને પ્રક્રુતિને પણ સ્વચ્છ રાખવા માટે અમારા તેમજ વન તંત્રના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.