હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં ગતરોજ ભારે પવન અને હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા વચ્ચે અચાનક કેરીના બોક્સની આવક વધવા લાગી છે. હાલ એક મહિનાથી કેરીની સિઝન ચાલુ થઈ જતાં યાર્ડમાં કેરીની આવક રોજના 8થી 12 હજાર બોક્સની થવા માંડી છે. આ વર્ષે 600થી 1200 સુધી કેરીનો ભાવ બોલાઈ રહ્યા છે.
તો બીજી તરફ, હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતો પોતાની જણસો વેચવા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી રહ્યા છે. વરસાદ અને પવનના લીધે યાર્ડ દ્વારા કેરીનો પાક પલળે નહીં તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવ્યો છે.