જુનાગઢ : સેવા સેતુ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા આપી સૂચન

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

New Update
  • મેંદરડામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

  • કેન્દ્રી મંત્રી મનસુખ માંડવીયા રહ્યા ઉપસ્થિત

  • મંત્રીના સંબોધનમાં જોવા મળ્યું કડક વલણ

  • જનતા પાસે જન પ્રતિનિધિને ઝૂકવા આપી સૂચના

  • માનવીય સંવેદના દાખવવા માટે પણ આપી સૂચના

Advertisment

જુનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવા માટે મંત્રીએ ટકોર કરી હતી.

જૂનાગઢના મેંદરડામાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયાનાં અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મંત્રી મનસુખ માંડવીયાની વાતમાં સરકારી કામકાજની વ્યવસ્થા સામે નારાજગી ભર્યું વલણ જોવા મળ્યું હતું,અને તેઓએ  જનતા સામે જનપ્રતિનિધિને ઝૂકવા માટે સૂચના આપી હતી,તેમજ સામાન્ય લોકો પાસે તંત્ર દ્વારા અપનાવવામાં આવતું તુમાખી ભર્યા વલણ સામે પણ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી.વધુમાં મંત્રી માંડવીયાએ અધિકારી અને જનપ્રતિનિધિઓને સામાન્ય લોકો પ્રત્યે માનવીય સંવેદના દાખવવા પણ જાહેરમાં સૂચના આપી હતી.

Advertisment
Latest Stories