જુનાગઢ : અજાબ ગામે કમોસમી વરસાદે સર્જી તારાજી, પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતોને પડતાં પર પાટુ

અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.

New Update
જુનાગઢ : અજાબ ગામે કમોસમી વરસાદે સર્જી તારાજી, પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતોને પડતાં પર પાટુ

જુનાગઢ જિલ્લાના અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.

જુનાગઢ જીલ્લામાં જગતનો તાત સતત કુદરતનો માર સહન કરીને ફરી બેઠો થયો છે, ત્યાં ફરીવાર ગતરોજ કેશોદ તાલુકાના અજાબ ગામે કમોસમી વરસાદે તોફાની બેટિંગ કરતા ખેતરોમાં પાક પર ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યું હતું. તૈયાર પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વખત આવ્યો છે. તો બીજી તરાફ, મોંઘા બિયારણો તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ તૈયાર પાકને હાલ તો કમોસમી વરસાદે વેરણછેરણ કરી નાખતા જગતના તાત પર આભ ફાટ્યું છે.

Latest Stories