અમરેલી : રાજુલામાં ખેતીના પાકને નુકસાન અંગેના ડિજિટલ સર્વે સામે નારાજગી,72 ગામના સરપંચોએ નોંધાવ્યો વિરોધ
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદે જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે,જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા વિશાળ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચના હાંસોટ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો ડાંગરનો પાક સંપૂર્ણ ભીની થઈ જવાથી અંકુરિત થવા લાગ્યો છે.
કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે,જેના પરિણામે સાંસદ અને મંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી,
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ માળિયામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.40 વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ થઇ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.