જૂનાગઢ : ગ્રામજનોએ ગાંડા બાવળ દૂર કરીને 132 પ્રકારના 6500 વૃક્ષોનું કર્યું વાવેતર, જમીન સમતલ બનાવીને ભગીરથ કાર્યને પાર પાડ્યું

ખાંભલા ગામ ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો,અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો

New Update
  • ખાંભલાના ગ્રામજનોનું ભગીરથ કાર્ય

  • 30 વીઘા જમીનમાંથી દૂર કર્યા ગાંડા બાવળ

  • જમીન સમતોલ કરીને કર્યું વૃક્ષારોપણ

  • 132 પ્રકારના 6500 વૃક્ષોનું કર્યું વાવેતર

  • ડીપ ઇરીગેશનથી કરાય છે વૃક્ષોનું જતન 

Advertisment

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા,ત્યારે ગામના વતની અને હાલમાં અમેરિકામાં રહેતા કેન્સર સર્જન ડો.ભાણજી કુંડારીયાની પ્રેરણાથી સ્થાનિક લોકો દ્વારા 132 પ્રકારના 6500 વૃક્ષોનું વાવતેર કર્યું છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માત્ર 2000ની વસ્તી ધરાવતા ખાંભલા ગામમાં 30 વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા,જેના કારણે ગ્રામજનોને હાલમાં અમેરિકા નિવાસી કેન્સર સર્જન ડો.ભાણજી કુંડારિયાની પ્રેરણા મળી હતી,અને ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો,અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો હતો.

132 પ્રકારના 6500 જેટલા વૃક્ષોનું સફળતા પૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષોના જતન માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે,જ્યારે ડીપ ઇરીગેશન દ્વારા પાણી આપવામાં આવે છે.આ ભગીરથ કાર્ય માટે ડોક્ટર દ્વારા જેસીબી પણ દાન આપવામાં આવ્યું હતું.

આ અંગે ગામના વતની કિરણ ચૌહાણ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા ડો. ભાણજી કુંડારીયાની પ્રેરણાથી અને ગામ લોકોના સહકારથી લોકોને શુદ્ધ પ્રાણ વાયુ મળી શકે તેવા હેતુથી આ પ્લાન્ટ સ્ટેશનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે,ત્યારે વૃક્ષ જતન આબાદ વતનના ઉમદા વિચારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ.

ભવિષ્યમાં શુદ્ધ ઓક્સિજન મળે અને તંદુરસ્ત વાતાવરણ રહે તેવા હેતુથી અને ગ્રામ લોકોના આખા મહેનતથી આ વૃક્ષોનું જતન થઈ રહ્યું છે.આ કાર્ય ફક્ત વૃક્ષારોપણ કરીને સંતોષ માનવા જેવું નથી તેની માવજત કરવી પણ ખૂબ અઘરી છે,ત્યારે ગામના 62 વર્ષના પ્રભુદાસ કનેરીયા પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર 24 કલાક વૃક્ષોની માવજત કરી રહ્યા છે.ખાંભલા ગામને નિર્મળ ગામ એવોર્ડ,શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે મુખ્યમંત્રી દ્વારા સન્માન મળ્યું છે.જ્યારે નિર્મળ ગામ પુરસ્કાર હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પત્ર પ્રાપ્ત થયું છે.

Advertisment
Latest Stories