/connect-gujarat/media/post_banners/5a0a1cf68f54c7ec151b49e742d062f7c11631dd5eacdcf3784046e16d0f1eaa.jpg)
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં ભારે વરસાદના કારણે જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે લોકોના મકાનમાં વરસાદી પાણી ઘુસી જતાં ઘરવખરીને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી બાદ જુનાગઢ જીલ્લાના નવેય તાલુકામાં મેઘરજાએ મુકામ કર્યુ હતું. સવારના સમયમાં મોટાભાગના તાલુકાઓમાં ઝરમર અને ઘીમી ઘારે વરસાદ વરસ્યો હતો, ત્યારે મોડી રાત્રિએ માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં લોકોના મકાનમાં ઘૂંટણસમા વરસાદી પાણી ફરી વળ્યા હતા.
જોકે, લોકોના મકાનમાં વરસાદ બાદ પાણી ઘુસી જતાં ઘરવખરીને મોટું નુકશાન થયું છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં જ પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ તંત્રની પ્રિ-મોનસુન કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા.