જૂનાગઢ : મહાનગરપાલિકામાં સ્ટાફની અછત અને યોગ્યતા વિનાના કર્મચારીથી કામગીરી ખોરંભે ચડી

જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે,ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઇડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી,અને મહાનગરપાલિકા રામભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે

New Update
  • જૂનાગઢ મનપામાં પોલમપોલ

  • સ્ટાફની અછતથી ખોરંભે ચઢ્યા કામ

  • યોગ્યતા વિનાના કર્મચારીઓ ચલાવી રહ્યા છે તંત્ર

  • ફાયરથી લઈને મુખ્ય શાખાઓમાં કર્મચારીઓની અછત

  • પદાધિકારી અને સત્તાધીશોની સ્ટાફની ભરતી માટે હૈયાધારણા

જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે દાયકાનો સમય વીતી ગયો છે,પરંતુ યોગ્યતા વિનાના કર્મચારીઓ અને સ્ટાફની અછતથી મનપાની કામગીરી ખોરંભે ચડી છે,આ અંગે અધિકારીઓએ સ્ટાફ ભરતી માટેની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢ મહાનગરપાલિકા બની તેને 20 વર્ષ થયા છે,ત્યારે હજુ પણ કોઈ ક્વોલિફાઇડ કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી,અને મહાનગરપાલિકા રામભરોસે ચાલી રહી હોવાનું લાગી રહ્યું છે. હાલ જે પટાવાળા છે તેને કેશિયર અને સખાધિકારી બનીને પાલિકા તંત્રનો વહીવટ કરી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ ફાયર એન્જિનિયરથી લઈને અગત્યની શાખાઓમાં કોલિફાઈડ કર્મચારી નથી. અને પાલિકાના 50 ટકા જેટલા ટેબલો પર આવા કર્મચારી અને આઉટસોર્સના કર્મચારી કામ કરી રહ્યા છે.આ અંગે મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવ્યું હતું કે હાલ ખાલી પડેલા ટેબલ અને યોગ્ય કોલિફાઈડ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે.

આજ બાબતે વિરોધ પક્ષનાના નેતાએ જણાવ્યું હતું કે મનપામાં એન્જીનીયર પણ આઉટસોર્સના છે.અને તેઓ  દ્વારા જૂનાગઢના કરોડો રૂપિયાના કામો કરી દેવામાં આવે છે,તેમજ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં જૂનાગઢ બાયપાસ રોડ અને ઓવરબ્રિજના 200થી 300 કરોડના કામો મંજૂર થયા છે. ત્યારે મનપા કમિશનર દ્વારા કર્મચારીઓ અને 3 એન્જીનીયરના અભાવને કારણે આ કામગીરીRMB અને પ્રવાસન વિભાગને સોંપવાની જાહેરાત કરી છે.

Read the Next Article

ભરૂચ-અંકલેશ્વર રોડ પર ભુત મામાની ડેરી પાસે વરસાદી કાંસમાં મગર નજરે પડ્યો

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તળાવો ઓવરફ્લો થતા મગરો નજરે પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસે વરસાદી

New Update
mgr

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તળાવો ઓવરફ્લો થતા મગરો નજરે પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસે વરસાદી કાંસમાં ફરી એકવાર મગર નજરે પડતા તેને જોવા માટે વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી.
જો કે ક્રોકોડાયલ પાર્ક તરીકે જાણીતા બનેલ આ સ્થળે અવારનવાર મગરો લટાર મારતા હોવાનું સામે આવ્યું છે.તેવામાં વન વિભાગ દ્વારા આ સ્થળ પાસે જાહેર માર્ગ પર મગરથી સાવધાન રહેવા માટેના બેનરો પણ લગાવ્યા છે.આજે ભૂતમામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.