જૂનાગઢ : કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી યુ-ટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું,પાંચ શખ્સ સામે ફરિયાદ

કીર્તિ પટેલના ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.અને કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

New Update
  • મૃગીકુંડમાં સ્નાન કરવાનો વિવાદ

  • કીર્તિ પટેલે સ્નાન કરતા સર્જાયો હતો વિવાદ

  • યુટ્યૂબરે કીર્તિ પટેલનો કર્યો હતો વિરોધ

  • યુટ્યુબરને કીર્તિ તેની ટોળકીએ આપી હતી ધમકી

  • યુટ્યૂબરે ફિનાઈલ પીને આપઘાતનો કર્યો પ્રયાસ 

  • કીર્તિ અને તેની ટોળકી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ   

જૂનાગઢના એક યુ-ટ્યુબરે કીર્તિ પટેલના વિવાદાસ્પદ વીડિયોનો વિરોધ કરતા,તેને ધમકાવી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ત્રાસથી કંટાળી યુવકે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.અને કીર્તિ પટેલ સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો ખાર રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને નિશાન બનાવ્યો હતો. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતીજેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લીધુ હતું.

આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વાર ફિનાઈલ ગટગટાવ્યું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણીજશપાલસિંહહનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ તમામ સામે ખંડણીધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી છે.

Latest Stories