સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

New Update
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ, મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિના ત્રિવેણી સંગમસમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

હરિ અને હરના સાન્નિધ્યમાં આદ્યાત્મ, મનોરંજન અને લોકસંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સમા સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો ઢોલ નગારાના સંગીત વચ્ચે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સોમનાથ ટ્રસ્ટના જી.એમ.વિજયસિંહ ચાવડા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના મહાનુભાવોએ મેળામાં સોમનાથ @ 70 અને સોમનાથના હેરિટેજ સ્થળોની માહિતી આપતી ફોટો પ્રદર્શનીની મુલાકાત લીધી હતી.સોમનાથના ત્રિવેણી રોડ ઉપર ગોલોકધામના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે. જેમાં ખાણીપીણીના વિવિધ સ્ટોલ, બાળકો માટે રમકડાં તેમજ અન્ય વેચાણ સ્ટોલ સહિત થ્રિ ડી પ્રોજેક્ટર શો, ચંદ્રયાન-3, ચકડોળ, ટોરાટોરા, બ્રેકડાન્સ જેવી રાઈડસો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Latest Stories