ભગુડામાં યાદવ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન
કટારનું વિધિવત રીતે કરાયું પૂજન
151 આહીરાણી બહેનોને કટારનું કરાયું વિતરણ
આહીરાણી બહેનોએ તલવાર રાસની બોલાવી રમઝટ
ટ્રસ્ટમાં નિમણુંક કરેલ બહેનોને પત્ર એનાયત કરાયા
ભગુડા ખાતે માઁ મોગલના સાનિધ્યમાં યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા 151 આહીરાણી બહેનોને કટાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના પદાધિકારીઓનું વાજતે ગાજતે સામૈયુ કરવામાં આવ્યું હતું,ત્યાર બાદ ભગુડા પ્રાથમિક શાળા ખાતે આહીર સમાજની પરંપરા મુજબ તિલક તેમજ પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં સૌ પ્રથમ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટમાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાં નિમણુંક કરેલ બહેનોને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા. બાદમાં આહીરાણી બહેનો દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો.જેમાં બહેનોએ શાનદાર પર્ફોમન્સ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ શક્તિરૂપી કટારને યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ યાદવના હસ્તે વિધિવત પૂજા કરવામાં આવી હતી.બાદમાં તમામ બહેનોને કટાર અર્પણ કરવામાં આવી હતી.